સાવ કોરા એક કાગળમાં મળી બા,
કેટલા વર્ષો પછી જો સાંભરી બા.
હું હવે મોટો થયો જાણે બધા
એટલે તો મે ઘણીવેળા છળી બા.
એ વળાવી પાદરે આવે મને ને,
એકલો છું જાણતા પાદર વળી બા.
મોતિયો પાકી ગયો આંખે છતાંયે,
એક ક્ષણ જોવા મને રાતો ગણી બા
એક ભીતર,એક ફોટામાં હવે બા,
વીણતા જે લાકડા એમાં બળી બા.
```કલ્પેશ સોલંકી "કલ્પ"