Thanks to all my readers... without your support I'm nothing...🙏
2019 મા સૌથી વધારે ડાઉનલોડ મેળવનાર એટલે કે સૌથી વધારે જેની વાર્તા/નવલકથા લોકોએ વાંચી એ લોકોનું માતૃભારતીએ આજે આ એવોર્ડ આપી સન્માન કર્યું...
રમત રમતમાં લખાયેલી મારી નવલકથા “નિયતિ", “વ્હાઇટ ડવ" અને “મન મોહના" એ મને આ સ્થાને પહોંચાડી છે જે ખરેખર તો એક સપનું સાચું પડવા બરોબર વાત છે!
આજે લાખો લોકો મને એક લેખિકા તરીકે ઓળખે છે, કોઈ અજાણ્યું માણસ આવીને મને કહે, “તમે જ નિયતી કાપડિયા છો ને, હું તમારી વાર્તા વાંચુ છું, તમે સરસ લખો છો." અને હું સભાન થઈ જાઉં છું. હવે ખરેખર ગંભીરતાથી લખવું જ પડશે, કોઈ છૂટકો જ નથી...
લખવાનું બંધ કરું તો મારો જ આત્મા મને ડંખે અને મારા વાચક મિત્રોનો પ્રકોપ મારા ઉપર ઉતરે...એટલે લખવાનું તો છેલ્લા શ્વાસ સુધી ચાલું જ રહેશે, તમારો સાથ, પ્રેમ આમ જ આપતા રહેજો 🙏
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏