વિકાસશીલ કહેવાતો ભલે,
દુનિયા આખીમાં ચડિયાતો જ રહે.
હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ,
ધર્મનો અર્થ ફક્ત માણસાઈ.
ભારતના માથે એક તિલક ચંદન,
અનોખો સપૂત એ આપણો ''અભિનંદન''
''ઈસરો'' છે જમણો હાથ ભારતનો,
''કલામ''ની વાણી, ''સિવન''ની આવડતનો.
''લક્ષ્મી'' નથી હવે અબળા નારી,
ઝાંસીની રાણી, આતંકથી ના હારી.
''કલ્પના ચાવલા''ની ઊંચી ઉડાન,
ભારતની દીકરી એ અવકાશની શાન.
''નિર્ભયા'' કેસથી ઝુકયું છે શીશ,
પણ ''હૈદ્રાબાદી પોલીસે'' મેળવ્યા આશીષ.
''ન્યાયતંત્ર''નો નબળો દેખાવ છે,
ત્યાં ''દેશની પ્રજા''નો સહિયારો વર્તાવ છે.
સીમાએ ઉભા ''જવાન''ની ખુમારી
મા ની રક્ષા કાજ શહીદી સ્વીકારી
''મોદી'' દેશની કરોડરજ્જુ,
નિર્ણયશક્તિ ગજબ છે.Nidhi
કંગાળને બેઠું કરવું,
એ જ તો એનો કસબ છે !!!