Gujarati Quote in Thought by Jayshree Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આઝાદી (આગળ)

સ્વતંત્રતા એ શબ્દનો અર્થ જાણવા માટે ક્યારેય શબ્દકોષ ન ઉથલાવતા. એ શબ્દનો સાચો અર્થ અનુભવકોષમાં પડ્યો છે : એ શબ્દ પણ નથી, એક લાગણી છે, જે અનુભવી શકે એ અનુભવી શકે; ન અનુભવી શકે એના માટે એ બારાખડીમાં આવતા કેટલાક સંકેતોથી વિશેષ કશુ જ નથી.
પચ્ચીસ વર્ષમાં તો લાંચ રિશ્વત ,સત્તાનો દોર મામા માશી કે ભાઈ બહેન દીકરીઓના હાથમાં ચાલ્યો ગયો.મહેલો બંધાયા ને લોકો ફરી ગુલામ બનવા લાગ્યા.હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ ના વાડા પડ્યા ને સત્તાદારોના હાથમાં નબળી કડી આવી ગઈ.સત્તા ચાલતી ગઈ ને માનવ આંખે પાટા બાંધી લોકશાહીની માળા મને વરમાળાની જેમ પહેરાવતો ગયો.ખાઈ પડી અમીર વધુ અમીર ગરીબ વધુ ગરીબ...ને પચાસ વરસ પૂરા કરી ભારતમાતા અર્ઘ શતાબ્દીના જસ્ન માં નાચવા લાગી.હું તેની પુત્રી આઝાદી પણ પાંચ દસકા પુરાની બની લોકોના હૈયામાંથી મારા ઉદભવનો આનંદ હવે ક્યાંય ન દેખાયો મને જન્મ આપનારા ભુલાયા.હવે તો મને ભોગવવારા જ રહ્યા ને બિચારી પ્રજા તે તો રહેંસાતી જ ગઈ.
આમને આમ સ્વતંત્રતા ને ખાદી ની જગ્યા એ મેડ ઈન ચાઈના ને યુ.એસ.એ ના રાસડા લેવાના શરૂ થયા .
લોકો શુદ્ધ અનાજની જગ્યા એ ઝહેર ખાવા લાગ્યા છે.બાળકોને નિંબધ આપ્યો *આઝાદી પછીના પચાસમા વરસનું ભારત* શું લખવું બાળકોએ?પ્રશ્ન બની રહ્યો?
મારી તો બધી જ માનસિકતા જ ધ્રુજી ગઈ છે.ધીરે ધીરે ચારે બાજુ થી ભીંસાતી હુ આશા કરતી થઈ કે ક્યાંક તો આ નેતાઓની વચ્ચે મને પ્રેમ કરનાર તો આવશે.તેના સુદર્શન ચક્રથી રક્ષણ કરવા.ક્યાક તો મારામાંથી જન્મેલા મારા પુત્ર *ભારત* નું નામ દેશ વિદેશમાં પ્રથમ લેવાશે.
સાંઈઠ મા એ મારા *ગણતંત્ર દિવસ* પર મને થોડી આશાના સંચાર મળ્યા..ગુજરાતમાં જાગેલા એક નેતાએ ભારતને લોકો સુધી પહોંચાડવાની ખેપ ભરી .
દસ વરસ થી આ નેતાએ *મારા પુત્ર ભારતને *ટોચના સ્થાને પહોંચાડવાની જુંબેશ શરૂ કરી.મૂળમાંથી ભારતની સફાઈ શરૂ થઈ ને દસ વરસમાં વિકાસ આગળ વધ્યો છે.યુ.કે, યુ.એસ.એ ,યુટોપિયા,ઈજીપ્ત,બ્રાઝીલ પૃથ્વીના
ખૂણે ખૂણે હવે *ભારત* નું નામ છે.
આજ મારા ૭૧માં જન્મ દિવસ પર એટલું જરૂર કહીશ કે ભારતના શહીદો ને મારા પ્રણામ અને શહીદોના સ્મારક *વોર મેમોરિયલ *બનાવનાર વડાપ્રધાન નરેન્દ્રમોદીને સલામ.
ભારતની વ્યાખ્યા મારી નજરે....

ભારત ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોનું બનેલું એક ગણરાજ્ય છે. ભારત ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિની વિવિધતા ધરાવતો એક વિશાળ સમાજ છે. 'અનેકતામાં એકતા' અને વિવિધતા એ ભારતની આગવી ઓળખ છે.
મારા તરફથી વિનંતી કે *સંપ ત્યા જંપ* ને હમેશાં યાદ રાખશો.હું ક્યારેય વૃદ્ધ નહિ દેખાઉ.મને એક દિવસ નહિ હંમેશ યાદ રાખશો.
*આઝાદી*

જયશ્રી પટેલ
૨૬/૧/૨૦૨૦

Gujarati Thought by Jayshree Patel : 111330706
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now