H@B
#યાત્રાધામોમાં ભીખ માગવા પર પ્રતિબંધ!
હાકેમનો એક હુકમ આવ્યો
જારી થયું એક ફરમાન...
ખબરદાર જો
યાત્રાધામોમાં જાહેરમાં ભીખ માગી તો...
પણ આ પ્રતિબંધ
મંદિર, મસ્જિદ, ચર્ચ,દેરાસર બહાર
બેસી રૂપિયો, બે રૂપિયા માગનારા પર જ કેમ?
અંદર ચડાવો આપી માગનારા પર કેમ નહીં?
એકની પાસે નથી એટલે માગે છે... બીજા પાસે છે, ઘણું છે તો ય વધુ માગે છે!
એક બહાર બેસીને ને બીજો અંદર પહોંચી
માગે છે તો ભીખ જ ને?
પણ
સાલુ, આ જિંદગીનાં ભાષા, વ્યાકરણ, છંદ,સમાસ.. અર્થ....
બધું જબરું છે.
એકને ભિખારી કહે છે
બીજાને યાચક!
-મુકુંદ પંડયા