એક ઝરણું વહી રહ્યું છે
આજકાલનું નહીં, વરસોથી
પણ, હમણાંનું એ બદલાયું છે
એની ગતિ વધારે તેજ થઇ છે
એના વહેણને મળી ગઈ છે
એક નવીન દિશા, નવો રસ્તો
ઝરણું છે પ્રવાહ લાગણીઓનો
એ વહી રહ્યું છે મુજ હૃદયમાં
ક્યાંથી ચાલ્યો આવે છે એ પ્રવાહ
ક્યાં જવાનો
ક્યાંય અટકશે ખરો...
કોણ વહેવડાવે છે આ ઝરણ
મારા હ્રદયથી આગળ એને ઝીલનાર
મારા જેવું જ બીજું હ્રદય
એને મળશે કે મળી ગયું...
- નિયતી કાપડિયા