વેવાઈ_ઇફેક્ટ_વિચારો_ડિફેકટ
#વેવાઈ_ઇફેક્ટ_વિચારો_ડિફેકટ
હમણાં તો વેવાઈ ઇફેક્ટ ચાલે છે ત્યારે ચાલો હું પણ ત્યાં થી જ વાત ચાલું કરું. છેલ્લા ચાર પાંચ દિવસમાં જેટલા વેવાઈ વેવાણ ના મેસેજ, વન લાઇનર કે જોકસ બહાર પડ્યા એમાં મજા તો આવી. મેં પણ એકાદ જોક બનાવી દિધો. મને એમાં કંઈ ખોટું લાગતું નથી કારણ આ બધા જ જોકસ કોઈ વ્યક્તિ માટે નથી બનતા બીજું આ જોક્સ બને છે એની પાછળ જવાબદાર એ વેવાઈ વેવાણ કરતાં પણ ખતરનાક આપણી અને આપણા સમાજની ન સ્વીકારવાની ભાવના જ જવાબદાર છે. આપણે જોકસ ને જોકસ રૂપે સ્વીકારતા જ નથી એ આપણા અસ્વીકાર ની મહત્વની વાત છે.
થોડીક ઝીણવટ પૂર્વક આ વાત ને સમજવાનો પ્રયત્ન કરીએ તો લોકો વાત કોની કરે છે જોકસ કોના બનાવે છે જે લોકો વાતને છુપાવવામાં માને છે. જેમને પોતાને જ પોતાના કર્મો પર વિશ્વાસ ન હોય તે જ આ રીતે કોઈ પણ વાતનો સામનો કરવાની જગ્યા એ ભાગી જાય છે. એ વાત સમજતાં નથી કે ભાગી ને ક્યાં સુધી જઈ શકાશે? એમાં જ્યારે ઇન્ટરનેટ આવવા થી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે ત્યારે તો જરાય શક્ય નથી. એક વાત હું ચોક્કપણે માનું છું કે લોકો ને તો બીજાના ઘરમાં ડોકિયા કરવાની આદત હોય જ છે પણ જો તમે પોતે જ દરવાજો ખોલી નાખો તો ડોકિયા થવાના જ નથી. તમારા જીવનને એવી ખુલ્લી કિતાબ બનાવો કે વાંચનાર ને કોઈ તકલીફ જ ન પડે.
સુરતના આ બનાવની જ વાત કરું તો જો આ વેવાઈ વેવાણે પોતાના પરિવારને પોતાના હૃદયની વાત કરી દીધી હોત તો વધુ માં વધુ બે પરિવારનું વાતાવરણ બગડત, થોડું રોવા ધોવાનું , થોડું સંભળાવવાનું અને વધુમાં વધુ સબંધ માં પૂર્ણવિરામ આવી જાત. પણ ભાગી જવાથી પણ આ બધું તો થયું જ હશે પણ બે ઘરની વાત પૂરા વિશ્વમાં ફેલાઈ અને પછી એને જોકસ બનાવવામાં પણ તકલીફ પડત. થયું એવું કે માત્ર પોતાની જાતને જ નહીં આ બંને એ પરિસ્થતિ થી ભાગી વેવાઈ વેવાણ ના સબંધ ને પણ હાંસી નું પાત્ર બનાવી દીધો.
પ્રેમ ગમે તે ઉંમરે થઈ શકે અને પ્રેમ ગમે તેની સાથે થઈ શકે પણ જો એ સબંનો સ્વીકાર તમારું પોતાનું મન પણ ન કરતું હોય તો તમને તકલીફ થવાની જ છે. જો તમને તમારા એ સબંધ પર વિશ્વાસ હોય તે લાગણી પર વિશ્વાસ હોય તો તમે આ વાતનો સામનો સહેલાઇ થી કરી જ શકો. આપણે હંમેશા ડર થી જ જીવીએ છીએ અને સમાજનો આ ડર જ આપણને ભૂલો કરવામાં પ્રેરણા આપે છે. આજે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ આ વાત માટે ન તો લોકો નો વાંક કાઢી શકાય અને ન તો સોશ્યલ મીડિયાનો વાંક કાઢી શકાય. વાંક એ દંભી લોકોનો છે જે આચાર અને વિચારને સમનવય કરી ને ચાલતા નથી. (#MMO )
એક વાત જોકસ ને જોકસ તરીકે લ્યો જીવનમાં દરેક સમયે એરંડિયું પીધેલ સ્વભાવ નો આ યુગમાં ક્યાંય સ્થાન નથી. વેવાઈ વેવાણ જ નહીં પણ કોઈ પણ જોકમાં લોજીક કાઢવા હાલી ન નીકળવું જોઈએ.{#માતંગી }