*આટલું તો આવડવું જ જોઈએ*
*જીવન જીવતા આવડવું જોઈએ*
*સંબંધો સીવતા આવડવું જોઈએ*
*અમૃત નહિ મળે રોજ બરોજ*
*ઝેર પીતા પણ આવડવું જોઈએ*
*વાત વાત માં રૂઠવું સારું નહિ*
*સહન કરતા પણ આવડવું જોઈએ*
*અક્ક્ડ ઝાડ પહેલું તૂટી જાય*
*થોડું નમતા પણ આવડવું જોઈએ*
*બધું કઈ પચી નહિ શકે*
*થોડું વહેંચતા પણ આવડવું જોઈએ*
*બેઠાડું જિંદગી શ્રાપ છે*
*થોડું નાચતા પણ આવડવું જોઈએ*
*ચોપડીઓ અચૂક વાંચો*
*ચેહરા વાંચતા પણ આવડવું જોઈએ*
*અબોલા ક્યારેય નહિ લેતા*
*મન મોટું રાખતા પણ આવડવું જોઈએ*
*સોગિયું મોઢું કોને ગમે*
*ખડખડાટ હસતા પણ આવડવું જોઈએ*
*સંઘરાખોરી દુષણ છે*
*દાન આપતા પણ આવડવું જોઈએ*
*ખોટા વખાણ કરવા ચાપલુસી છે*
*અરીસો બનતા પણ આવડવું જોઈએ* !!
🌹🌷🍀💐🌺