બે બાળકો માંહોમાંહ ચર્ચા કરતા હતા
હે યાર, તને શું થવું ગમે?
યાર મને તો જલ્દીથી મોટા માણસ થવું છે.
આ ઝંઝટની બેડીમાંથી મુકત થવું છે
આમ કર.ને.તૈમ કરમાંથી છુટવું છે
સહુના ઠપકાનું સ્થાન હું
મારા સપનાની કોઇને ફિકર નહી
સ્વજનો પોતાની છાપ છોડવા તૈયાર છે
મારુ અસ્તિત્વ જ નહિ?
હં...તારે યાર શું બનવું છે?
બસ કશું જ નહિ
મારે તો આ બાળપણજ જોઇએ છે
કશી જ ઝંઝટ નહી
ન રળવાની ચિંતા ન કોઇ કડાકૂટ
સહુ પોતાના બસ મનગમતી રમત રમવાનું
માનેવળગીને સૂવાનું
પરિઓના દેશમાં રાજકુમાર બની ઘૂમવાનું
બોલો સાચુછે ને?