હું
વૃક્ષ છું
પાનખરે
મારો શણગાર
ઝૂંટવી લીધો છે
લીલોતરીનો ખજાનો
ખાલીખમ કરી દીધો છે
બસ. હવે. તો
મિત્ર વસંતની વાટ છે
એ મળવા આવશે
અને મારા ભીતરમાંથી
આનંદ ઉમટશે
એ. લીલાશથી મને ભરી દે શે
કાનમાં કહેશે
વાહ! દોસ્ત
તારી સ્થિતપ્રજ્ઞતા ટકાવી રાખજે
તે ખરેખર ગીતાને. પચાવી છે!