મનને ગમે તે મેળવવા પ્રયાસ કરજે
ભલે ચોતરફ ઊતરે દુષ્કાળના ઓળા
પણ ભીતરથી લીલોછમ રહેવા તું પ્રયાસ કરજે
સપનાની ફીકર ન કરજે
એ તો છે. પવન સરીખું
પણ સાકાર એને કરવા સાચો પ્રયાસ કરજે
માપી શકાતો ના માનવ માપપટ્ટીથી
પણ. લાગણીથી સર કરવાનો પ્રયાસ કરજે
કોઇ ન હો સંગાથે સાલે તને એકલતા
તો કામની દુનિયામાં જાત ડૂબાડવાનો પ્રયાસ કરજે
જીવન મળ્યું માનવનું એ ઇશની કૃપા છે
ઇશને મિત કરવાનો મનથી પ્રયાસ કરજે