"બલિદાન"
એકતા પોતાના ત્રણ ભાઈ બહેનો મા મોટી. એક દિવસ એકતા ની શાળામાં પ્રવાસનું આયોજન થાય છે. અને એકતા પણ ખૂબ જ ખુશ થઈને પોતાનું નામ નોંધાવે છે. એકતા ખૂબ જ ઉત્સુક હોય છે, પ્રવાસમાં જવા માટે અને પોતે પ્રવાસની ફી પણ લઈને પોતાના ક્લાસ વર્ગને આપી દે છે. પ્રવાસની તૈયારીઓ ચાલતી હોય છે શાળામાં ત્યારે એકતા બીજા દિવસે પોતાના વર્ગ શિક્ષક પાસે જઈને પોતે પ્રવાસમાં જવા નથી ઈચ્છતી એવી કેવી વાત કરે છે. ત્યારે વર્ગ શિક્ષક તેના પાછળનું કારણ જાણવા એને પ્રશ્ન પૂછે છે. ત્યારે એકતા ખુબ સરસ જવાબ આપે છે કે, મારી નાની બહેન પણ પ્રવાસમાં જવાની ઇચ્છા ધરાવે છે તો મારા પિતા અમારા બંને બહેનો ની ફી કઈ રીતે ભરી શકે? અને હજુ મારો એક નાનો ભાઇ પણ છે .એટલે મારે એક જવાબદારી ઉઠાવવી પડશે અને મારી જગ્યાએ મારી બેન નું નામ નોંધાવવાનું રહેશે. માટે મારે પ્રવાસમાં જવું નથી. એકતા નું બલિદાન...
-બિંદુ અનુરાગ ૨૨/૦૧/૨૦