સત્તને રસ્તે તો મુશ્કેલી સાત નડી ગઈ !
નાની ભાંગતુટ પણ મોટી ઘાત ટળી ગઈ !
ઉંબરે ઉભી ચોમેર નજરો દોડાવી રહ્યો પ્રિયે,
ઇન્તેજારીમાં તારી આજ ફરી રાત પડી ગઈ !
અનેક ને પરાસ્ત કર્યા બંદાએ અકારણ જ,
તને જીતવાને સ્વયં સાથેજ જાત લડી ગઈ !
'રે યાદ આવ્યું, કહેવાનું હતું ને તમને કૈક ,
જોને ખૂણે પડી રહી સઘળી વાત સડી ગઈ !
મમ જેવા થોડા છે એનો રંજ રહ્યો હમેશા,
"મયુર" પામી તને જાણે મારી નાત મળી ગઈ !