કેસરિયા થયા છે આજ પ્રીત પ્રદેશમાં એમને કાજે,
કબજે કરવાંને પ્રીત, પાદરની માલિપા ધીંગાણા રમાણાં !
ક્ષણે ક્ષણે જાણે નજરુંનાં જુદ્ધ બેફામ ખેલાણાં,
અર્ધી ક્ષણે ઘવાઈને, બીજી અર્ધીએ જખમ રૂજાણાં !
બાપ ગઝલ ને શી ખબર કલમ છોરું શીદ ખોયું,
ખોળવા એમને કાજે શબ્દે શબ્દનાં આયખા ટૂંકાણાં !
ગણિત આ શહેરનું જણાય કૈક અળવીતરું કેવુ ?
ભાગીને ઈચ્છા સંગ ઉંમર, પસ્તાવાનાં શેષ મૂકાણાં !
જુગારી જીવડો મહ ને દાવ પર પોતાના જ મંડાયેલા
જીતને મ્હાત કરી, હારેલી બાજીએ બમણાં કમાણાં !