ભેરૂડા સંગે મળીને ચાલ્યો રમવાને રંગે ત્યારે,
આંખના ઈશારાએ મામલા તંગ બનાવ્યા છે !
હોળી ખેલતા જોબન દીઠું છે છોરીનું ત્યારે,
મેં પણ તોફાની દુપટ્ટે થોડા રંગ ભભરાવ્યાછે !
મુક ગુફતેગુ ચાલી ગઈ આ પર્વના ઉલહાસમાં,
ચંચળ એના સ્પર્શ માત્રે અંગેઅંગ લજાવ્યા છે!
બેવ મનડા ઉજવે છે ઉત્સવ આ મિલન તણો,
વાસી બારણાં તેમણે નિયમ સળંગ ફગાવ્યા છે !