.
માનવ શરીર અદ્ભૂત છે
*મજબૂત ફેફસા*
ફેફસાં દરરોજ ૨૦ લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે.
આપણું શરીર દર સેકન્ડે ૨૫ કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ ૨૦૦ અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં ૨,૫૦૦ અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં ૨૫ કરોડ કોશિકાઓ છે.
માનવ રક્ત દરરોજ શરીરમાં ૧૯૨,૦૦૦ કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ ૫.૬ લિટર લોહી છે, જે દર ૨૦ સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે.
વ્યક્તિનું હૃદય દરરોજ ૧૦૦,૦૦૦ વખત ધબકે છે. તે વર્ષમાં ૩૦ કરોડ કરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને ૩૦ ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે
માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે.
આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે.
ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના ૪૦૦ કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં ૧૦૦ અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે.
શરીરમાં ૭૦ ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે.
છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક ૧૬૬ થી ૩૦૦ કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશક્ય
માનવ શરીરનું ૧૦ ટકા વજન રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં ૩.૨ કરોડ બેક્ટેરિયા હોય છે.
આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન ૧,૦૦૦ થી ૫૦,૦૦૦ હર્ટ્ઝ વચ્ચેનાં અવાજનાં મોજા સાંભળી શકે છે.
માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે દાંતની કાળજી
માનવ મોંમાં દરરોજ ૧.૭ લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી ૧૦,૦૦૦ કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.
વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે
*
અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે
પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી ૩૦ ફુટ લાંબી હોઈ શકે છે.
વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં ૭,૦૦૦ ગણો વધારે ખોરાક ખાધો હોય છે
એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ ૮૦ વાળ ખરતા હોય છે.
બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.
ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે.