Gujarati Quote in Motivational by Mamta Pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👌' *પિયર*' શબ્દ પૂરતો છે, આ શબ્દ સાંભળતાં જ મન ભરાઈ જાય છે ...

.. દરેક સ્ત્રીને આવું એક ગામ હોવું જોઈએ.

'પિયર' તેનું નામ હોવું જોઈએ ....

.. વર્ષમાં એકવાર તો પિયર જવા મળવુ જોઈએ

એકવાર જવા માટે મન આતુર થવું જોઈએ

તબિયત સારી હોવા છતાં , 'કેમ પતલી થઈ ગઈ?' એમ કહેવા વાળા એક *પિતા* હોવા જોઈએ

આંખો ના એક્સરે માંથી મન જાણવા વાળી એક *માં* હોવી જોઈએ

'તમે બેસો હું કામ પતાવીને આવું' , આવું કહેવા વાળા એક *ભાભી* હોવા જોઈએ

લોટ બાંધવો કે ગોળ પલાળવો આવું કોઇ કામ ન હોવું જોઈએ

બસ *ભત્રીજા ભત્રીજી* ને *ફઇબા* એ ખુબ પ્રેમ કરવો જોઈએ

અને ભાણેજડાંઓને ફેરવવા *મામા* કાં તો *માસી* હોવી જોઈએ

ધર હોય નળીયાનુ, કે મુંબઈ જેવા ફ્લેટ

પિયરમાં ગયેલી દિકરી ને તો ઇન્દ્રપ્રસ્થ ની થાટ

જુના ફોટા જોઈ ખુશ થઈ જતાં ખુબ હસવું

અને હસતા હસતા અચાનક આંખો નું ભીનું થવું

સુખ દુખ ની વાતનો તો હજુ રંગ જામે

અને અચાનક પાછા જવાનો સમય નજીક આવે

સાસરીયા અહીયાં યાદ ન આવે

એટલેજ પિયર અને સાસરીયા મા થોડું અંતર અલગ હોવું જોઈએ

.. દરેક સ્ત્રીને આવું એક ગામ હોવું જોઈએ.

👍🏼' *પિયર*' તેનું નામ હોવું જોઈએ .. 👏👏

Gujarati Motivational by Mamta Pandya : 111327269
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now