"ઈર્ષા"
હમણાં ગયા અઠવાડિયા ની જ વાત છે, હું ફળિયામાં હિંચકી રહી હતી ને ત્યાં અચાનક એક સુંદર બૂલબુલ આવ્યું અને આમ-તેમ ઊડતાં-ઊડતાં વાયર ની આજુબાજુ ચાંચ ફેરવવા માંડી . બીજા દિવસે સવારે જોયું તો બે બૂલબુલ ફળિયામાં તેનો માળો ગુંથી રહયા હતા . બંને ના સાથ સહકાર થી ખૂબ સરસ માળો બનાવ્યો. અને એક બૂલબુલ માળા માં રહેવા લાગ્યું અને બીજું ઝાડ પર.
બીજે દિવસે સવારે ફળિયામાં ચક્કલાઓ ચીં ચીં કરી રહ્યા હતા . મેં જોયું કે ચક્કાભાઈ બૂલબુલ ના માળા પાસે ઊડી રહયા હતા કે જાણે બૂલબુલ ને ઊડાળવા માંગતા હોય. પણ થોડી વાર મા બીજા બૂલબુલે આવી ચક્કા સાથે યુધ્ધ છેડ્યુ, અને બૂલબુલ સામે ચક્કાભાઈ ની જીત થઈ. અને ચક્કાઅે એક ઈંડુ નીચે પછાડી દીધું .
મારા થી આ ન જોઈ શકાયું , મેં ચક્કા ને ઉડાવી દીધો , અને બૂલબુલ એ ફુટેલા ઈંડા પાસે જઈ ઊડી ગયું . જ્યારે એક બૂલબુલ માળા મા જ હતુ. એટલે માન્યું કે હજુ એમાં ઈંડા છે . પછી ચક્કાભાઈ ને ઊડાળવા માટે મેં વારંવાર પાણી નો છંટકાવ કર્યો , અને બીજા દિવસે ફરી થી એ જ વાત નું પુનરાવર્તન થયું , પણ મારા પહોંચતા પેલા તો ચક્કાઅે બે ઈંડા ઊપર થી ઉછાળી દિધા હતા.
હવે એ માળો ખાલી છે , બંને બૂલબુલ ઊડી ગયા . .
-બિંદુ અનુરાગ.