*મહેંદી સંગ રંગ લાગ્યો*...!!
મહેંદી સાથે બહુ યાદો જોડાયેલી છે.
ઘણાં વર્ષો પછી આજે હથેળી પર મહેંદી લગાવવાનું મન થઈ આવ્યું......!!
થયું લાવ જોઉંતો ખરી કે *રકતના રંગ સાથે સમયનો રંગ ઘેરો થયો છે કે નહીં*??
થયું લાવ જોઉં તો ખરી કે *હથેળી પર લખેલું એક નામ હસ્તરેખા પર ઉપસી આવે છે કે નહીં*??
થયું લાવ જોઉં તો ખરી કે *સમયની સાથે ઘસાયેલી હથેળી પર *મહેંદી ની શોભા* વધે છે કે નહીં???
થયું લાવ જોઉં તો ખરી કે *હજી પણ મહેંદી રંગ લાવે છે કે નહીં*.....!!!!