શ્રી bee key patelનવા સૌજન્યથી
👌😋 *હેમાળાનો ટાઢોબોળ વા* વાતો હોય, ..
કડકડતી ટાઢ્યમાં ભૂખ ભમરાળી ગાંડી થઈ હોય ...
... એવામાં વાળુટાણે કાઠિયાવાડી દેશી બાજરો ઘંટલે દળ્યો હોય, ...
... લાકડાની કથરોટમાં સાત પાણીએ લોટ મહળ્યો હોય. ...
... ત્રણ પાણાનો મંગાળો કરી અડાયા છાણાંના ધીમા તાપે રોટલો ચડવ્યો હોય ...
... અને એ ફુલેલા દડા જેવા રોટલા ઉપર જાફરાબાદી ભેંસના માખણનો લોંદો લહરતો જાતો હોય, ...
... રીંગણાને ભઠ્ઠામાં શેકી *માંડવી* ના તેલમાં વઘારેલો ઓળો હોય , ને માથે ...
... કોથમીરના પાંદડા વેરેલા હોય, ... થાળીની કોરે અડીંગો જમાવી બેઠેલો *રબડાનો દેશી ગોળ* ... ચટણી હારે વાતો કરતો જતો હોય ....
.... અને બાજુમાં લીલી હળદરના ગોળ પતીકા ટોળું વળીને ઊભા હોય, ... રાય ના બોળાવાળી દેશી ગાજરની ચીરિયું રાહે બેઠીયુ હોય, ...
... કડવા કોઠીંબડાંની કાચરીઓ મોઢું ફાડીને હહતી હોય, .... કાંહાની તાહળીમાં ભગરી ભેંસનું શેડકઢુ દુધ દેખા દેતું હોય ....
.... અને એવામાં જો ભઠ્ઠે શેકેલા *ગોંડલીયા બે લાલ મરચા* થાળીમાં ધૂબકો મારે .. તો ધબધબાટી બોલાવી દેય....!
*ફુડ ફેસ્ટીવલની* ડીશ પણ ભોંઠી પડે હો...બાપા...!👏👏