"શુભાંગના"
સુખપુર નામનું નાનકડું ગામ ગામમાં પ્રવેશ થાય એટલે એક રાજા રજવાડા વખતનું જૂનું જર્જરિત અડધું તૂટેલું પણ બસ નામ માત્રનું એવું મકાન .ગામમાં આ મકાન નજીક જ એક વહેતી નદી અને દર વર્ષે આ નદી કિનારાની નજીક જ વણઝારા આવીને વસવાટ કરે .હવે આ વર્ષે આ વણઝારા ઓ મા રૂખી જે સાત આઠ વર્ષની હશે એ પણ આવી કદાચ પહેલીવાર .જ્યારે પણ આ વણઝારા ઓની સ્ત્રીઓ નદીએ પાણી ભરવા જાય ત્યારે આ મકાન પાસે થી પસાર થવાનું જ.તો હવે રૂખી પણ એની માને મદદરૂપ થવા પાણી ભરવા જાય અને જ્યારે આ જુનુ જજૅરિત મકાન જુએ છે ત્યારે ત્યાં જ એની આંખો સ્થિર થઈ જાય જાણે ક્યાંય ખોવાઈ જાય અને જાણે એક નવી જ દુનિયામાં જતી રહે રૂખી આ મકાનને જુએ ત્યારે તેના તૂટેલા મિનારાઓ જાણે જોડાઈ જાય એ તૂટેલા મિનારા ના એક ઝરુખામાં કોઈ એક હસ્તી સ્ત્રીનો ચહેરો જોવે છે અને એવું અનુભવે કે જાણે આ સ્ત્રી નદીકિનારાની સામે જોઈ રહી હોય અને કોઈની વાટ જાણે જોતી હોય એવું લાગે એ મકાન જાણે કેટલા દીવડાઓ પ્રજ્વલિત થઈ ગયા હોય અને આંગણે જાણે હીંચકા પર કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય અને હુકાનો ગડગડાટ પણ તેને સંભળાય પછી રૂખી જ્યારે વાસ્તવિક દુનિયામાં આવે ત્યારે એવું મહેસુસ કરે કે જાણે એ ઝરૂખે ઊભેલી સ્ત્રી એને કંઈ કહી રહી છે પણ વળી તેને એની માનો અવાજ સંભળાય અને પાણી ભરવા નદી તરફ જાય હવે તો રૂખી જ્યારે પાણી ભરવા આવે એટલે પહેલા મકાન આવતા પહેલા નીચે નજર કરી ને જતી રહે પણ જાણે એના પગ છે એને ત્યાં રોકવા માટે પ્રેરિત કરે પણ જ્યારે તે મકાન તરફ જુએ ત્યારે પેલી સ્ત્રી, મિનારાઓ , ઝરૂખો, હિંચકો ,બુઝુર્ગ વ્યક્તિ, હુકાનો ગડગડાટ, આસપાસ અનુભવે એ સ્ત્રીનો ખડખડાટ હસવાનો અવાજ એ બુઝુર્ગ વ્યક્તિનો હૂકાનો ગડગડાટ આવું સાંભળીને એના માથામાં કંઈક વાગતું હોય એવુ અનુભવે.
એક દિવસ રૂખી જ્યારે પાણી ભરવા માટે જાય છે ત્યારે તે મકાન તરફ જોવાનું ટાળે છે પણ જ્યારે નદી કિનારે પહોંચે છે ત્યારે અચાનક ચક્કર આવતા પડી જાય છે અને એની બંધ આંખોમાં એ જર્જરીત મકાન , એ સ્ત્રી, એ જ ઝરૂખો, એ હિંચકો, એ વૃદ્ધ વ્યક્તિ, એ હૂકાનો ગડગડાટ, અને દૂરથી કોઈ અસવાર સ્ત્રી તરફ આવે છે અને અચાનક એ સ્ત્રીના માથા પર કંઈક જોરદાર ધારદાર લાગે છે ને ત્યાં મૃત્યુ પામે છે એટલે પેલો ઘોડા પર બેસવા વાળો જાણે બુમો પાડીને બોલાવે છે "શુભાંગના"અને રૂખી મહેસૂસ કરે છે એ જાણે પોતે જ છે એ શુભાંગના....