Gujarati Quote in Poem by Tejal Vaghasiya .

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના લોકદિન ન્યુઝ પેપરમાં મારી કવિતા

જય ભારત જય હિન્દ

દેશના ફકીર


દુશ્મન દેખી દેશના શુરા બોલ્યા વેણ
સરખા સખાના સુર મળ્યા ફરકે નેણ

રમવા આવો વીરો માતૃભૂમિ કરે સાદ
શુરવીરોને સંભળાયા એના આંતરનાદ

ધ્વનિ ગુંજે શંખ તણો ને ગુંજશે ગગન
રોળાશે રણમાં શૂરવીરો બુઝાશે અગન

લડવૈયા લડતા આતમ કેરા સ્વર સુણતા
એક સામે અનેક પાછા એ ના ડગ ભરતા

હશે વસમી વિદાય જે'દી એ વીરો તણી
દેહ દેખાતો મલકાતો વિજયઘોષ સુણી

છે માતૃભૂમિ અેમને એના દેહાંતેય પ્યારી
ભરી દિલમાં દેશભક્તિ એ વીરોમાં ન્યારી

જય હો એ જનેતાને જન્મયા જેણે વીર
વંદીએ તેજુ એ માતને એજ દેશના ફકીર

-તેજલ વઘાસિયા (ઉમરાળી,જૂનાગઢ)
18/1/2020 શનિવાર
તેજલના સૌને જય શ્રી કૃષ્ણ જય ભારત

Gujarati Poem by Tejal Vaghasiya . : 111326505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now