Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જૂના વખતમાં એક વાર્તા લગભગ દરેકને સાંભળવા મળતી, ચકા ચકીની.

ચકો લાવ્યો મગનો દાણો, ચકી લાવી ચોખાનો દાણો, બંનેએ ખિચડી રાંધી અને ખાધું પીધું રાજ કીધું..!

આમ જુઓ તો ચકા ચકી જેવી લાઇફ જ જીવનનું સનાતન સત્ય છે! ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રી પુરુષ બંનેની છે એમ જ્યારે કહેવાય ત્યારે ઘરમાં રૂપિયા કમાઈને લાવવાની જવાબદારી પણ બંનેની ના હોવી જોઈએ..?

ઘણી વખત કેટલીક સ્ત્રીઓને એવું કહેતા સાંભળું છું કે, એ કમાય છે કોના માટે, ઘર માટે જ ને? આપણે બિન્દાસ્ત ખર્ચા કરવાના પહેલા પપ્પા અને પછીથી પતિની જવાબદારી છે આપણી ઇચ્છા પૂરી કરવાની..!

બધી બહેનો મને માફ કરે પણ હું આ વિચાર સાથે સહમત નથી થઈ શકતી. સ્ત્રી પુરુષ બંનેને સમાનતા જોઈતી હોય, એક સરખી લાઇફ સ્ટાઈલ જોઈતી હોય તો પોતાના પગ ઉપર ઊભા રહેતા પણ શીખવું જ પડે. અહીંયા વાત સારું ભણીને, સરસ નોકરી કરતી સ્ત્રીઓની જ નથી, એ સિવાય પણ કેટલીય એવી બહેનો છે જે સમજે છે કે ઘરના પુરુષને એક એક જણની ઈચ્છા પૂરી કરવા કેટલું ભાગવું પડે છે, કેટલું જતું કરવું પડે છે, એ લોકો ઘરમાં એમના તથા બાળકોના નાના નાના ખર્ચા પહોંચી વળવા ઘરેથી જ સિલાઈ, ભરત ગૂંથણ, બ્યુટી પાર્લર, ખાખરા વણવા, ટિફિન સર્વિસ કે બીજી જે પણ પ્રવૃતિ એ કરી શકે એમ હોય એ કરતા જ હોય છે અને એક હકીકત એ પણ છે કે આવી સ્ત્રીઓને બધે થોડું માન સન્માન વધારે મળે છે!

મારી આસપાસની આજની મોટા ભાગની સ્ત્રીઓને જોઈને થાય કે એને હું કહું, તું જા નવો ડ્રેસ ખરીદી લે, એકાદ શર્ટ કે નાનું વૉલેટ તારા ઘરવાળા માટે પણ લેતી જા, તું પાર્લરના ખર્ચને પહોંચી વળીશ સરસ હેર સ્ટાઈલ કરાવી આવ... રવિવારે સાંજે બહાર ડિનર કરવા જવું હોય તો ચોક્કસ જઈ આવ તું ખરેખર તારા જીવનરથનું એક મજબૂત અને ભરોસાપાત્ર પૈડું છે કેમ કે તું ફક્ત ઘર અને બાળકો જ નથી સંભાળતી ઘરના દરેક વ્યક્તિની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા સાથે, ડ્રાઈવર બની બાળકો અને સાસુ સસરાને એમને જવું હોય ત્યાં પહોંચાડવા સાથે તું ટ્યુશન ક્લાસ ચલાવે છે, યોગા શીખવાડે છે, રસોઈના ક્લાસ ચલાવે છે, ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ કરે છે, સિલાઈ કામ અને બ્યુટી પાર્લર તો વરસો જૂનું છે એ સિવાય પણ ઘરે રહીને કામ કરવાના અને ઘરખર્ચમાં પતિને મદદ કરવાના નવા નવા રસ્તા તે શોધી લીધા છે...તું જ છે મારી ચકા ચકીની વાર્તામાની ચકલી...!

તમારા પરિવારમાં પણ કોઈ આવી ચકલી હોય તો તમે નસીબદાર છો, બપોરે નવરી થઈ એ ચકલી ટીવી જોવા કે ગોસીપ કરવાને બદલે કંઇક કામ કરે છે જેથી તમારું જીવન થોડું સરળ બને...એને એક વાર thank you જરૂર કહેજો...ચકલી ખુશ થઈ જશે 😁
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111325802
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now