ઓ ગોકુળ નિવાસી, આવો વ્યાકુળ પાસે,
ઓ ગોકુળ નિવાસી કહાન કનયા આવો વ્યાકુળ પાસે-
હુ તો તુજની પ્યાસી, ઓ ગોકુળ નિવાસી
જમના ઘાટે, ગોકુળ વાટે,
અંતર કેરી પ્રેમલ જ્વાળે
ઢૂંઠી રહી છું વાઢ ઘાઢ
ઓ ગોકુળ નિવાસી-
વુંદાવનની કુંજ ગલીમાં
શ્રાવણ વર્ષાની હેલીમાં.
ઘૂમી રહી છું નિર્જન સ્થળમાં
ઓ ગોકુળ નિવાસી-
આવી મુજની પ્યાસ છીપાવો
પ્રીતમ કહાના હાસ્ય રેલાવો
વર્ષારાતે ક્યાં તલસાવો?
ઓ ગોકુળ નિવાસી-
હુ તો મુજની પ્યાસી-
ભૂપેન્દ્ર વકીલ