તું એટલે મારું કાવ્ય ... અરે! મનગમતું કાવ્ય....
તું એટલે ઉનાળાના આકરાં તાપ વચ્ચે ઠંડક આપતી મારી ચોકલેટ આઈસ્ક્રીમ....
તું એટલે લીલી વનરાઈ જીવંત બનાવતી સુગંધ....
તું એટલે ગાઢ અંધકારમાં ટમટમતા તારલીયામાંનો તેજસ્વી તારો....
તું એટલે ભરચક ભીડ વચ્ચે મને મળતો સોનેરી સહારો....
તું એટલે દરિયાની રેતીમાંના છીપલાંઓમાંનો શ્વેત શંખ....
તું એટલે આખા કોફી ભરેલાં મગમાંની એક ચૂસકી....
તું એટલે સંબંધોની શિખામણ વચ્ચે છોડાતી અમીટ છાપ....
તું એટલે નારિયેળના કઠણ કોચલા વચ્ચેનું મીઠું અમૃત....
તું એટલે ઘૂઘવતા દરિયાનું એ પાછું ફરતું શાંત મોજું કે જે મારાં પગને પંપાળે....
તું એટલે કૃષ્ણનાં મોરપીંછના સુંવાળા સ્પર્શનો મહિમા....
તું એટલે વર્ષોજુની મારી અતૃપ્ત રહેલી તરસ....
તું એટલે મારાં લખાણને સુંદર બનાવવા અંકાતી સુરેખ લીટી....
તું એટલે મારી રસોઈમાંનું અમૂલ્ય નિમક....
તું એટલે મારી નાની નાની તમામ બાબતો વચ્ચેનું અભિન્ન પાસું કે જેનાં વિના મને બધે જ અધૂરપ વર્તાય.
- તતિક્ષા રાવલિયા