શબ્દ સારથી છું
વાક્યના માયાજાળનો મહારથી છું.
શબ્દ સારથી છું.
મળવા આવે છે મનના અનેક ભાવો મને
શબ્દોથી કંડારું છું બધાને મારા માટે
આવશે કામ મારા જીવન માટે
કારણ કે એટલો તો હું સ્વાર્થી છું.
શબ્દ સારથી છું.
વાક્યના માયાજાળનો મહારથી છું.
અલંકારો છે મારા શસ્ત્રો
અનુભવ છે મારા શાસ્ત્રો
જીવનની પાઠશાળાનો સદાય ભણતો વિદ્યાર્થી છું
શબ્દ સારથી છું
વાક્યના માયાજાળનો મહારથી છું.
શબ્દો રમે છે મારા જીવનમાં
જેમ નાચે પતંગ ઉપવનમાં
શબ્દોના ભાવાર્થને ખૂબ સરળતાથી સમજું
એવો હું સામર્થી છું
શબ્દસારથી છું.
વાક્યોના માયાજાળનો મહારથી છું.