તું જરા મુજને સતાવે તો કહું,
ને તને પણ એમ ફાવે તો કહું.
ક્યાંક તારામાં થયો છું ગુમ અહીં,
તું મને મુજ થી મળાવે તો કહું.
દૂરથી ના પૂછ તું મારી ખબર,
રૂ-બ-રૂ પાસે તું આવે તો કહું.
મેં લખ્યાં ગીતો મધુરા સ્મિતથી,
તારા હોઠો પર સજાવે તો કહું.
રીસ તારાથી મને છે કેટલી !
તું જરા મુજ ને મનાવે તો કહું.
‘હા’ કે ‘ના’ જેવું કશું હોતું નથી,
તું ફકત પાંપણ ઝુકાવે તો કહું.
છે ઉઘાડી મુજ હકીકતની કિતાબ,
તારા વિશે તું જણાવે તો કહું.
ક્યાં સુધી છે વિસ્તરેલું આ ગગન ?
તું મને તુજમાં સમાવે તો કહું.
તારી આંખોમાં ડૂબ્યો હું કઇ રીતે?
તું મને બચાવે તો કહું.
કઇ રીતે પ્રગટી શકે છે રોશની ?
‘હું’-‘તું’ મટીને 'એક' બની જઈએ તો કહું.
🌸💐🌸💐🌸. Pagal...