Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શરીર પરના તલ, કહે છે સચોટ ફળ કથન

વ્યક્તિની સુંદરતામાં વધારો કે ઘટાડો કરતા, તલ શરીરના કોઈ પણ ભાગમાં હોઈ શકે છે. આ તલ વ્યક્તિના જીવન વિશે સચોટ ફળકથન કરે છે. શરીરના તલ દીર્ઘકાળ સુધી અથવા તો મરે ત્યાં સુધી વ્યક્તિના શરીર પર દેખાય છે. શરીર પરના તલને જ્યોતિષ સાથે ગાઢ સંબંધ છે. સામુદ્રિક શાસ્ત્રમાં શરીર પરના તલ વિશે ફળ કથન કરવામાં આવ્યું છે તે મુજબ.

૧) જે સ્ત્રીના કપાળમાં બંને ભ્રમર વચ્ચે કાળો અથવા લાલાશ પડતો તલ અથવા મસો હોય તો તે સ્ત્રી સુખી અને વૈભવી જીવન જીવે છે. આવી સ્ત્રી પોતાના ભાગ્યથી પિતાને અને પતિને ધનવાન કરતી હોય છે.

2) જો કોઈ સ્ત્રીના નાકના અગ્રભાગ પર અથવા નાકની નીચે લાલાશ પડતો તલ હોય તો ઉચ્ચ પદ અથવા તો ગવર્મેન્ટમાં સારી પોઝિશનવાળા પુરુષ સાથે વિવાહ થાય છે અને એ રાજકારણી જેવું ઐશ્વર્ય ભોગવે છે.

3) જે સ્ત્રીના કપાળ પર તલ હોય એને પુત્ર સંતતીનો લાભ મળે છે. આવી સ્ત્રી દયાળુ, ધર્મ પરાયણ અને ગૃહકાર્યમાં કુશળ હોય છે.

4) જે સ્ત્રીના ડાબા ગાલ પર કાળો તલ અથવા મસો હોય તો તે ઉત્તમ રસોઈ બનાવનાર તેમ જ જુદા જુદા પ્રકારના ભોજન કરાવનાર અને કરનાર પણ હોય છે.

5) જો કોઈ સ્ત્રીના ગુપ્તાંગ પાસે કે આસપાસમાં તલનું ચિહ્ન હોય તો રાજકારણી જેવું સુખ ભોગવે છે. આવી સ્ત્રીની ક્ધયા અથવા પુત્ર દુનિયામાં વિશેષ કીર્તિ મેળવે છે. આ સ્ત્રીથી શરૂ થનાર વંશવેલો પચ્ચીસ પેઢી સુધી ચાલે છે. અને આ કુટુંબના બધા જ સ્ત્રી પુરુષ કર્તવ્યપરાયણ હોય છે.

6) ડાબો કાન, કપાળ અને ગળાની ડાબી બાજુ જો તલ અથવા મસો હોય તો તે સ્ત્રીને પ્રથમ સંતાન પુત્ર થાય છે.

7) કમર નીચે ડાબી પાછળની બાજુ જો તલ હોય તો તે સ્ત્રી પૌત્ર, પ્રપોત્ર જોવા સુધીનું આયખું જીવે છે.

8) જે સ્ત્રીની ભ્રમરની વચ્ચોવચ જો કોઈ મસો હોય તો તે સ્ત્રીને ઉચ્ચ પદ મળતું હોય છે. પછી તે સામાજિક, રાજકીય, શિક્ષણ અથવા નોકરીના ક્ષેત્રમાં પણ હોઈ શકે છે.

9) ડાબી બગલમાં કાળો અથવા લાલ રંગનો તલ હોય તો આવી સ્ત્રીનું જીવન સમૃદ્ધ હોય છે. આવી સ્ત્રી સાહિત્ય અથવા કલાક્ષેત્રમાં સારું નામ મેળવે છે.

10) જે સ્ત્રીના ગળા પર કોઈ પણ હોઠ પર અથવા જમણા હાથના કાંડા પર તલ ચિહ્ન હોય તો તે સ્ત્રીના બધા પુત્રો ઉચ્ચ પદ પર હોય છે. આ ઉચ્ચ પદ નોકરીમાં અથવા રાજકારણમાં પણ હોય શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111324899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now