ખેતીમાં લાભ કર્તા વાસ્તુ ની સરળ વાતો
વાસ્તુ માત્ર ઘર ઓફિસ કે કારખાના પરુતુ સિમીત વથી અનેક ક્ષેત્રમાં વાસ્તુ નો લાભ મેળવી ઁશકાય તો આજે આપણે જાણી એ ખેતી ક્ષેત્રના વાસ્તુ નિયમો જાણીએ
પાલતુ જાનવરોને કાયરેય ખેતરમાં ઈશાન ખુણામાં નૈઋત્ય ખુણા અને દક્ષિણ દિશા મા બાંધવા તેમનું મુખ દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ
જમીન ના નૈઋત્ય ખુણાવાળા ભાગમાં। દક્ષિણ અને પશ્ચિમ દિશામાં દસ અથવા વીસ ફુટની લંબાઇની છ ફુટ ઉંચાઈ ની અને બે ફુટ પોહળાઈની મોટી ચાર દિવાલ બનાવવી લાભ દાયક રહે છ્ ખેતર મા પુર્વ અને ઉત્તર દિશામાં તરફ કાયરેય ચારે તરફ દિવાલ ન હોવી જોઈએ કોઈ એક જગ્યાએ કાંટાળી ફેન્સીંગ દિવાલ બનાવવી જો ચારે દિવાલો બનાવવી શક્ય ના હોયતો ઉચા વૃક્ષો ઉછેરવા જોઈએ
ખેતીના ઉપયોગી ઓજારો નૈઋત્ય ખુણાઅથવા દક્ષિણ દિશામાં રાખવા ઈશાન ખૂણામાં અથવા ઉત્તર -પુર્વ તરફ ઓજારો કાયરેય રાખવા નહી
નવી પાક લેતી વખતે શુભ મુહર્ત કઢાવીને દેવતા ઓના મંત્રોચ્ચાર અવશ્ય વિધી પુર્વક કરાવવા જોઈએ
નવા પાકની કાપણી મંગળવાર અથવા શનિવાર મા દિવસે ન કરવી જોઈએ
સારા પાકની પ્રાપ્તિ માટે બીજની વાવણી વખતે ગાયત્રી મંત્ર અથવા સુર્ય મંત્ર નો જાપ કરવો આ મંત્ર નુ ઉચ્ચારણ પુર્વ દિશામાં કરવો જાતે ન કરી શકોનો વિદ્દાન ભુદેવ પાસે કરાવવો
ફસલ ની વાવણી ઘડિયાળના કાંટાના ચાલવાની દિશા એ કરવી શુભ રહે છે
ખેતરમાં અગ્નિ ખુણામા એક ભાગમાં પુર્વાભિમુખ નાનકડો હોમ કુંડ બનવડાવી તેમાથી પ્રથમ કરેલી વાવણીના અનાજનો થોડો ભાગ હવન કુંડમાં હોમવો થોડો ભાગ પાલતુ જાનવરો માટે અલગ કાઢવો
ફસલની કાપણી વખતે અમાસ આવતી હોયતો ત્યાર સાંજના સમયે પુર્વ દિશા તરફ મુખ રાખી ખેતરની મધ્યમાં શ્રીફળ વધેરવું અને તેની શેષ ચારે દિશામાં નાખવી અમાસના બીજા દિવસે ટુકડા ભેગા કરી કુવામા નાંખી દેવા જોઈએ
અનાજકાઢવામુ મશીન બળદગાડી તથા અન્ય વહાન ખેતરની પશ્ચિમ વાયવ્ય ખુણા વાળા ભાગમાં હોવા જોઈએ બીજે ન રાખવા
વેચાણ માટે બહાર લઈ જવાના અનાજ ને જો પશ્ચિમ , વાયવ્ય અથવા પુર્વ વાળા દરવાજેથી બહાર કાઢવાથી સારી કિંમત મળે છે અને અનાજ જલદી વેચાય જાય છે