હકીકત ના બદલે, યાદો બનીને મળ્યો છે,
પ્રેમ ના બદલે તારો વિરહ મને મળ્યો છે..!!
આ તારી યાદોં ની, ગુલાબ કેરી સુગંધ,
અને આ ભમરો પણ વચ્ચે પડ્યો છે..!!
તારા ખોળામાં છેલ્લી આથમતી સાંજ ને,
સૂરજ પણ આજે, જલ્દી આથમ્યો છે..!!
હું તો સફર માં થાકીને એકલો બેઠો હતો,
અને તારા જેવો હમસફર મને જડ્યો છે..!!
ખોવાઈ ગઈ તું આ સંસાર કેરા જગત માં,
અને યાદોનો કાફલો, સ્વપ્ન માં મને મળ્યો છે..!!
તારી યાદોના સહારે જીવી લેશે "દિવ્યાંગ"
પણ આ પ્રેમ મને ખુબજ મોંઘો પડ્યો છે..!!
- "દિવ્યાંગ સુથાર"