બે દિવસ ની છુટ્ટી મળી જાય પછી ત્રીજે દિવસે સવારે ઉઠવાની આળસ આવે..!
ખેર...જીવનમાં આગળ વધવા, એક ક્વોલિટી લાઇફ જીવવા માટે કામ કરવું જરૂરી છે, એમ વિચારી પોતાના જ મનને થોડું બહેલાવી, થોડું સહેલાવી તૈયાર કરી લેવું પડે.
સૌથી વધારે દયા આવે મારા દીકરા ઉપર... એને ઠંડીમાં વહેલા ઊઠીને, તૈયાર થઈ સ્કૂલે જવાનું મન જ નથી થતું. રજા હોય તો આઠ વાગ્યા પછી જ ઉઠે અને હાલ સાડા સાત વાગે તો એ સ્કૂલમાં પહોંચી ગયો હોય... મને થાય જો એ બાળક સમજે છે કે જે કરવાનું છે એ કરવાનું જ છે, કોઈ છૂટકો જ નથી, તો પછી આપણેય એટલું સમજવું રહ્યું..!
બાય ધ વે... લોકોએ પોસ્ટ તો બહુ મૂકી આજુબાજુ વાળી અને પતંગવાળી, ફિરકીવાળી, દૂરબીનથી શોધેલી અને કાળા ચશ્મા પાછળથી નજરોએ તાકેલી... એ બધી સુંદરીઓમાંથી કોઈનો કોઈ જોડે મેળ પડ્યો કે પછી આવતા વરસ સુધી કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના જેવું...😂
કોઈની દુઃખતી નસ ને છંછેડવાનો મારો કોઈ ઈરાદો નહતો... આ વખતે મેળ ના પડ્યો તો કોઈ વાંધો નહિ...તમે નસીબદાર છો કે ભારતમાં જનમ લીધો છે, એક ઉત્સવપ્રેમી દેશમાં, જ્યાના લોકો દરેક ધર્મના, દરેક દેશના તહેવાર દિલ ખોલીને માનવે છે...થોડા જ દિવસોમાં બીજો કોઈ તહેવાર આવી જશે... ઉમ્મીદ બનાયે રખના... 👍
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏