Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Know In Which Direction Will Give You Money

જન્મતારીખના સરવાળો બતાવશે ક્યાંથી મળશે તમને રૂપિયા, જાણી લો

જીવનમાં દરેક વ્યક્તિ રૂપિયા કમાવા અને તેને વધારી ડબલ કરવાની ઈચ્છા ધરાવતો હોય છે. તેની માટે તે અથાગ મહેનત કરે છે અને પાઈ-પાઈ બચાવીને પૂંજી જમા કરતો હોય છે. પરંતુ કેટલાક લોકોને ખબર ધનગણિતની જાણ નથી હોતી જેના લીધે તે ઈચ્છીને પણ વધુ બચત કરી શકતો નથી. કેટલાક લોકો જ્યોતિષિય ઉપાય કરીને ધનલાભ પ્રાપ્ત કરવાની ટ્રિક જાણી લેતા હોય છે. આવી જ એક ખાસ ટ્રીક વિશે આજે જાણો.

આ પૈસાનું ગણિત, થોડું અજીબ ચોકક્સ છે પણ સત્ય છે. આ ગણિત અનુસાર તમારે માત્ર જન્મતારીખને જોડવાની છે. આ જન્મતારીખને જોડ્યા બાદ તમારો જે મૂળાંક આવશે તે બતાવશે કે કઇ દિશામાં તમને પૈસા મળશે અને કઇ દિશા તમારા માટે શુભ છે.

મૂળાંક- 1-

તમારો જન્મ દિનાંક જો 1, 10, 19, અને 28 હોય તો તમારા પૈસાની દિશા દક્ષિણ- પૂર્વ (અગ્નિ) થશે. ઉત્તમ સ્વાસ્થયની દિશા પૂર્વ રહેશેશે અને વ્યક્તિગત વિકાસની દિશા ઉત્તર રહેશે. એટલે તમે જે પ્રમાણે લાભ મેળવવા માગતા હો તે પ્રમાણે એ દિશામાં તમે એ કામ કરવું તો ઝડપથી સફળતા મળશે.

મૂળાંક 2–

2, 11, 20 અને 29 જન્મતારીખે જન્મેલા લોકો માટે પૈસાની દિશા ઉત્તર- પૂર્વ(ઈશાન), સ્વાસ્થય દિશા પશ્ચિમ, પારિવારિક સુખ- શાંતિની દિશા ઉત્તર – પશ્ચિમ(વાયવ્ય) તથા વ્યક્તિગત વિકાસની દિશા દક્ષિણ- પશ્ચિમ(નૈઋત્ય) હશે.

મૂળાંક 3–

3,12, 21 અને 30 જન્મતારીખે જન્મેલા લોકો માટે પૈસાની દિશા દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય), સ્વાસ્થ્ય માટે ઉત્તર દિશા. પારિવારિક સુખ- શાંતિની દિશા દક્ષિણ- પૂર્વ(અગ્નિ) હશે.

મૂળાંક 4-

4, 13, 22, 31 જન્મતારીખ વાળા જાતકોની પૈસાની દિશા દક્ષિણ, સ્વાસ્થયની દિશા ઉત્તર. પારિવારિક સુખ- શાંતિની દિશા દક્ષિણ- પૂર્વ(અગ્નિ) હશે.

મૂળાંક 5 –

5, 14 અને 23 તારીખવાળા જાતકો માટે પૈસાની દિશા ઉત્તર- પૂર્વ (ઈશાન) અથવા દક્ષિણ – પશ્ચિમ(નૈઋત્ય) કે ઉત્તર – પૂર્વ(ઈશાન) હશે.

મૂળાંક 6 –

6, 15, 24 જન્મ તારીખ વાળા જાતકોની પૈસાની દિશા પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ(વાયવ્ય), સ્વાસ્થય દિશા ઉત્તર પૂર્વ(ઈશાન) પારિવારિક સુખ-શાંતિની દિશા દક્ષિણ – પશ્ચિમ(નૈઋત્ય) કે ઉત્તર રહેશે.

મૂળાંક 7 –

7, 16, 25 જન્મ તારીખવાળા જાતકો માટે પૈસાની દિશા પશ્ચિમ સ્વાસ્થય દિશા દક્ષિણ- પશ્ચિમ(નૈઋત્ય) અને વ્યક્તિગત દિશા દક્ષિણ પશ્ચિમ(નૈઋત્ય) કે પૂર્વ રહેશે.

મૂળાંક 8 –

8, 17, 26 વાળા લોકોને દક્ષિણ- પશ્ચિમ(નૈઋત્ય) દિશામાં પૈસા મળતા રહેશે, સ્વાસ્થયની દિશા ઉત્તર – પશ્ચિમ(વાયવ્ય), પારિવારિક સુખ- શાંતિની દિશા ઉત્તર – પશ્ચિમ(વાયવ્ય), પારિવારિક સુખ- શાંતિની દિશા પશ્ચિમ અને વ્યક્તિગત વિકાસની દિશા પશ્ચિમ રહેશે.

મૂળાંક 9 –

મૂળાંક 9, 18 અને 27 જન્મતારીખ વાળા જાતકોને પૂર્વ દિશામાં પૈસા જ પૈસા મળે છે. સ્વાસ્થય દિશા પૂર્વ, પારિવારિક દિશા સુખ- શાંતિની દિશા ઉત્તર અને વ્યક્તિગત વિકાસની દિશા દક્ષિણ રહેશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111324741
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now