ગાંધીનગર મેટ્રો દૈનિક ની તોરણ પૂર્તિ માં મારી કવિતા
someone special from my heart🙏🙏🙏
🎁🎁🎁
જાઉં છું હું
તારી વાતોના વહેણમાં વણાઈ જાઉં છું હું
મારી લાગણીની લાતોમાં લણાઈ જાઉં છું હું
તારા હળવા હાથફેરામાં હણાઈ જાઉં છું હું
મારા માનવ મહેરામણમાં મણાઈ જાઉં છું હું
તારી લજ્જા ના લાગતા લુણાઈ જાઉં છું હું
મારી ગાંડાની ગણતરીમાં ગણાઈ જાઉં છું હું
તારા ચબુતરાના ચણતરમાં ચણાઈ જાઉં છું હું
મારા આ ભયાનક ભવનમાં ભણાઈ જાઉં છું હું
તારા તળાવમાં તરતી "તેજુ" તણાઈ જાઉં છું હું
જ્યારે જાગીને જોઉં જાતને જણાઈ જાઉં છું હું
- તેજલ વઘાસિયા "તેજુ" (ઉમરાળી,જૂનાગઢ)
૧૪/૧/૨૦૨૦ મંગળવાર
Jay shri Krishna