ઝંડા વાળાં આન્ટી
----------/-----------
મારા નારણપુરા ના રામેશ્વર ફ્લેટમાં સચિવાલયમાં સારી નોકરી કરતાં એક બહેન પતંગ દેખાયો નથી કે વાંસ નો ઝંડો લઈ દોડ્યાં નથી. વાંસ વગર પણ એમની હતી તેટલી હાઇટે કૂદીને પતંગ પકડે. પણ પછી ધાબે છોકરાઓને આપી દે અને વધે એ ખાસ ચાલીને જઈ નજીક ફરતા ગરીબના છોકરાઓને જાતે આપી આવે. બસ, પતંગ પકડવા માટે કુદવાની અને હવામાં જ પતંગ પકડવાની ત્વરા જ એમને આનંદ આપતી. તેઓ 'ઝંડાવાળા આંટી' તરીકે પણ ઓળખાતાં.
હું હવે અન્યત્ર રહું છું પણ નિસ્વાર્થ પણે ગરીબોને આ રીતે આનંદ આપતાં બહેન આજે પણ યાદ આવે છે.