Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ વરસની શરૂઆત જ અતિ સુંદર રીતે થઈ છે, હજી તો આજે ચૌદમો દિવસ જઈ રહ્યો છે અને ત્રણ નાના નાના ઇનામો મારા નામે બોલાઈ ગયા...

વેલ, બહુ નાની વાત છે પણ મેં મારા સખત ટાઈટ સિડ્યુઅલમાંથી બે પાંચ મિનીટ કાઢી કાઢીને ટુકડે ટુકડે લખેલું છતાં હું ઇનામને હકદાર થઈ એ મારા માટે બહુ ખુશીની વાત છે!

અમારા એક ગ્રુપ યંગિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી બે સ્પર્ધામાં હું વિજેતા બની અને કાલે માતૃ ભારતી તરફથી જાણ કરવામાં આવી કે રીડર્સ ચોઇસ એવોર્ડ માટે મારા નામની પસંદગી કરવામાં આવી છે...😍

આપ સૌ મિત્રો, વડીલોના સાથ અને આશીર્વાદથી જ આ શક્ય બન્યું... એક તરંગ ઉઠેલો મનમાં કે મારે પણ લખવું છે અને યાત્રા ચાલું થયેલી, અજાણી સફર હતી, અજાણ્યા લોકો, ના ગુજરાતી વ્યાકરણની કશી ગતાગમ કે લખવાની ફાવટ, બસ દિલ કહેતું ગયું અને હું લખતી ગઈ... હવે મને મારી મંઝિલ ખબર છે અને ત્યાં સુધી પહોંચવાના રસ્તે હું ચાલી પડી છું...સફળતા ક્યારે કેટલી મળશે એ વિશે હું વિચારતી જ નથી, ત્યાં સુધી પહોંચવાની સફર મજેદાર હોવી જોઇએ...આપ સૌ સાથે હોવા જોઈએ...🙏

Wish you a very happy ઉત્તરાયણ to all my વાલીડા...🍫

આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111323591
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now