દસ આંગળીઓ વચ્ચે જ્યાં સુધી પકડ જકડાયેલી રહે ત્યાં સુધી સંબંધ તંદુરસ્ત રહે, મહેકતો રહે પણ જેવી આ પકડ ઢીલી પડે કે તરત જ તે સંબંધ પાંગળો બની લંગડાવા લાગે છે. અસત્ય, દગો, છળ જેવા દૂષણો એને દૂષિત એટલે કે અપવિત્ર બનાવી દે છે. ક્યાં તો પકડ મજબૂત કરો, અથવા હાથ છોડી દો. એક વ્યક્તિ એકલો જો પકડ મજબૂત કરવા મથામણ કરતો હોય અને તેમ છતાં જો સામેથી પ્રયત્ન ના થતો હોય તો સમજી લો કે હવે move on કરવાનો સમય આવી ગયો છે.