Gujarati Quote in Story by Taran_Goswami

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*એક રાજા તેના કૂતરા સાથે હોડીમાં મુસાફરી કરી રહ્યો હતો.*

*એ હોડીમાં અન્ય મુસાફરો સાથે એક તત્વજ્ઞાની પણ હતો.*

*કૂતરો ક્યારેય હોઙીમાં મુસાફરી કરી શક્યો ન હતો, તેથી તે હેરાન પરેશાન હતો, આરામ અનુભવી શક્યો નહિ.*

*કૂદાકૂદ કરી રહ્યો હતો અને કોઈને શાંતિથી બેસવા પણ દેતો ન હતો.*

*કૂતરાથી નાવિક પણ પરેશાન થઈ ગયો હતો, સાથે આવી સ્થિતિમાં મુસાફરોની ગભરાટને કારણે હોડી ડૂબી જશે તો?- એ વાતથી ચિંતિત હતો.*

*કૂતરો તો ડૂબી જશે અને બીજાને પણ ડુબાડશે.*

*પરંતુ કૂતરો તેની પ્રકૃતિને લીધે ગુંચવાયો હતો.*

*આવી પરિસ્થિતિ જોઈને રાજા પણ ગુસ્સે થયો, પણ તે કૂતરાને સુધારવાની કોઈ રીત સમજી શક્યો નહીં.*

*નૌકામાં બેઠેલા તત્વજ્ઞાનીથી આ સહન થતું ન હતું તેથી તે સમ્રાટ પાસે ગયો અને કહ્યું: "સરકાર જો તમે મંજૂરી આપો તો હું આ કૂતરાને ભીની બિલાડી બનાવી શકું છું."*

*રાજાએ તાત્કાલિક મંજૂરી આપી.*

*તત્વજ્ઞાનિએ બે મુસાફરોની મદદ લીધી અને હોડીમાંથી કૂતરાને ઉપાડીને નદીમાં ફેંકી દીધો.*

*હવે કૂતરાએ તરતાં તરતાં હોડીના ડટ્ટાને પકડવાનું શરૂ કર્યું અને જીવ બચાવવા માટે મરણીયો પ્રયાસ કરી રહ્યો હતો.*

*થોડા સમય પછી, તત્વજ્ઞાનીએ તેને હોડીમાં પાછો ખેંચી લીધો.*

*કૂતરો છાનો માનો એક ખૂણામાં જઈને બેઠો.*

*નૌકાના મુસાફરો સાથે કૂતરાની વર્તણૂક જોઈને રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા.*

*રાજાએ તત્વજ્ઞાનીને પૂછ્યું: "પહેલા તો તે કૂદકા મારી ભસાભસ કરતો હતો. હવે જુઓ, તે પાળેલી બકરીની જેમ કેવી રીતે બેઠો છે?"*

*તત્વ જ્ઞાની એ કહ્યું: "કોઈને મુશ્કેલીનો સ્વાદ ચાખ્યાં વિના પોતાના સુખનો અને પોતાના સુખ સગવડનો અહેસાસ થતો નથી.*

*જ્યારે મેં આ કૂતરાને પાણીમાં ફેંકી દીધો, ત્યારે તે પાણીની શક્તિ અને હોડીની ઉપયોગિતાને સમજી ગયો.*

*ભારતમાં ભસતાં કૂતરાઓને સીરિયા, ઇરાક અથવા પાકિસ્તાનમાં ૬ મહિના માટે ફેંકી દેવા જોઈએ, ત્યારબાદ ભારત આવ્યા પછી, તે આપમેળે ભીની બિલાડી બની જશે અને એક ખૂણામાં સૂઈ જશે.*

*ભારતીય રહીને ભારતનો દુરુપયોગ કરતા બધા જ કુતરાઓને સમર્પિત.*

*જયહિંદ* 🇮🇳

Gujarati Story by Taran_Goswami : 111323447
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now