Gujarati Quote in Poem by Gita M Khunti

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંથન....


ક્યારેક વિચારે ચડું છું ને પછી મન નું મંથન કરું છું
આ વિચારો પણ ક્યાંથી જોને આવતા રહેતા સતત
જાણે સમુદ્ર મંથન થી મળેલા કોઈ અણમોલ રતન
સ્ફુરનાં ઓ થાતી કે લે કલમ ને આલેખી દે સઘળું
એક એક અક્ષર માં જાણે લખ્યો નિચોડ જીવન તણો
આમ ખુદ મારી જાત ની સાથે વાતો કરું છું
નિત એક અનોખી શાંતિ નો અનુભવ કરું છું
વિચારો આમ જ અમસ્તા આલેખાઈ જાય કાગળ પર
ને ફરી નવા મંથન ની તૈયારી માં લાગી જાય છે આ મન
©ગીતા એમ ખૂંટી

Gujarati Poem by Gita M Khunti : 111323225
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now