Gujarati Quote in Story by Gita M Khunti

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક કપ કોફી....અને.....હું....


કોફી નો કપ હાથ માં રાખી વિચારેલી ચડેલી વૈશાલી ની તંદ્રા તૂટી જ્યારે વર્ષો પહેલા ની કોઈ વાત યાદ આવી ગઈ.

બસ હળવું હસી ગઈ એ....કેવા દિવસો હતા એ કૉલેજ ના જ્યારે એ અને રવિ આમ જ કેન્ટીન માં બેસી કલાકો ના કલાકો વાતો કરતા...ને સમય નું કશું જ ભાન ના રહેતું...બસ એક બીજાની વાતોમાં ખોવાયેલા રહેતા ...

મિત્રતા પ્રેમ માં પરિણમી હતી ને પછી વડીલોના આશીર્વાદ થી લગ્ન પણ લેવાઈ ગયા...બસ ....સુખી સંસાર....

બંને એક જ જગ્યાએ જોબ પણ કરતા હતા દિવસો વીતતા ગયા ને...કામ ની પાછળ....રવિ એટલો આગળ નીકળી ગયો ને.... એ...

હજુ એજ સમય ને વાગોળતી જીવી રહી હતી....આજ કોફી એજ હતી પણ સાથે પીવાવાળા ની ખોટ પડી હતી.....જાણે આ કોફી આજ કડવી લાગતી હતી...

બસ એકલું એકલવાયું પણ ક્યારેક બોજા રૂપ થઈ જાય છે

©ગીતા એમ ખૂંટી

Gujarati Story by Gita M Khunti : 111323224
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now