આમ તેમ હું રઝળુ છું
ને સતત એને શોધું છું
આછી પાતળી દૂર કે નજીક
એ મને ક્યાંય દેખાતી નથી
મને જાણ ન હતી કે
એ ક્યાંક ખોવાઈ છે
પણ ગઈ કાલે મોડી રાત્રે
કુતરો સ્હેજ ભસ્યો, ને હું
લાકડી લઈને તૂટી પડ્યો
પછી ઊંઘ ન આવી મને
હું પથારીમાથી ઊઠ્યો
બારીમાથી નજર કરી
એ હજુય ઘરની સામે
ફળીયામા બેઠો હતો
ને કણસતો'ય હતો
કાળી શાલ ટોપીના કારણે
એ ચોર સમજીને ભસ્યો હશે
ભાન થયું હવે મને
કે હું કૂતરો નથી
હા હું માણસ છું
ને મારી માણસાઇ ખોવાઈ છે
- અનામી D