નાનકો મારો પતંગ ઉડે, આકાશે હરખાય,
રંગબેરબગી સાથી એના, હાલક-ડોલક થાય.
આભને સમજે, એ દુનિયા એની,
નથી કોઈ એનું એને ક્યાંથી સમજાય ?
તોફાની વાયરામાં ખેંચાઈ જવાય છે...
ઢીલ મુકાય ત્યાં વહેતુ થવાય છે...
મસ્તીથી ઉડે, જાણે બાળક ભરમાય.
ફિરકી આપે સાથ એટલો જ...
દોરી વીંટાઈ એના વાર જેટલો જ...
બે દિવસની જિંદગી એની, જીવન ક્યાંથી કહેવાય ?
ભૂલકાં એને સાચવશે, બનાવશે તીર-કામઠા...
કોઈ હોમશે હોળીએ, તોય પકડશે થઈ છાકટા...
ચૂપ રહી ને જોયા કરે, જ્યારે જ્યારે માલિક બદલાય.
ફંટાશે, ક્યાંક ફાટશે, તોયે સત્ય ના એ જાણશે...
સાંધો ફક્ત કાચો એનો, ગુંદરપટ્ટી ના કામ લાગશે...
તોય એને તો ઉડી જ લેવું, ભલે નિરાશા ભટકાય.
ખુલ્લા ગગનમાં વિહરવા કાજ...Nidhi
ખુશી મળી એને બે દિવસ આજ...
જીવી જ લેવી છે, એક જ છે જિંદગી,
ભલે હવે થાવું હોય એ થાય !!!