જીવન સાર
જ્યાં જુઓ રંગબેરંગી પતંગ જ દેખાય છે
ચડ-ઉતર પતંગ જેવી જીંદગી જીવાય છે
અવળા પવનની અહીં પતંગ ચગવાય છે
જીવન કેરી નાવ અા હાલક ડોલક થાય છે
દુશ્મન આવે કાચ બની શ્વાસ પુરા થાય છે
હાથમાં હોય ફીરકી ને દોર ચાલ્યો જાય છે
દોસ્ત આવી પાસ 'લે કાપ્યો' કહી જાય છે
ખંજર ખુચે પીઠમાં હસતા સહી જવાય છે
ઉજવાય ઉતરાયણને સાથ રમતો રમાય છે
આજ અહીં એકબીજાના નાસ્તા ખવાય છે
પાંખ વગરના પંખીને દોરનો જ આધાર છે
દોરરૂપી દોસ્ત બનીએ એજ જીવન સાર છે
- તેજલ વઘાસિયા "તેજુ" (ઉમરાળી,જૂનાગઢ)
જંગ એ ગુજરાત માં મારી કવિતા