Gujarati Quote in Microfiction by Graceful Dispersion

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખરે મારી એક તરફા પ્રેમ ની જીત થઈ......

હાશ, ક્યારની આ ખૂણામાં બધાની વચ્ચે છતાં એકલી ફાટી જવાની બીકે મે મારી જાતનું દુનિયાથી સંકોરીને જતન કર્યું હતું. આખરે એ ક્ષણ આવી જ ગઇ અને સૂરજ આથમે તે પહેલા આ દોરા એ મને એકદમથી પ્રેમથી પોતાની જાત સાથે બાંધી દીધી.

અને અનાયાસે મારો હાથ મંગળસૂત્ર પર ફરી ગયો.

રુડા બંધન નાં સહેવાસ નાં અહેસાસથી માત્ર હું ચગી ગઇ.

આકાશમાં બીજા પતંગો ની વચ્ચે વટથી મારા પ્રેમના બંધનમાં બંધાઈને હું દિવાસ્વપ્નમાં વિહરવા લાગી...હું મારું જીવન બિન્દાસ રીતે જીવતી હતી ત્યાં જ એક અદેખી બાજુવાળી પતંગે આવીને પોતાના પ્રેમી સાથે અમને નીચા પાડવા માટે લડવા લાગી.

અમે પણ ખૂબ જ હિંમતથી તેમનો સામનો કર્યો અને અમારો પ્રેમ તેમને તોડી પાડવામાં સક્ષમ રહ્યો આ જોઈને લોકોએ ખુબ જ હર્ષોલ્લાસ માં આવી જઈને ચીચીયારીઓ પાડવા લાગ્યા...

અને મારું મન પોકારી ઉઠ્યું કે કોઇ તૂટતું હોય તે વખતે આવો ઉલ્લાસના ના શોભે તને એ માનવ!!

અચાનક જ થોડે દૂર દૂર રહેતા પેલા તૂટેલા પતંગ ના સગાવહાલાં ઓ પણ હવે અમારી સાથે લડવા આવી પહોંચ્યા મને કંઈ ખબર જ ના પડી કે અમારા કશાં જ વાંક ગુના વગર આ લોકો કેમ અમને નીચે પાડવા માટે એકત્ર થઈ રહ્યા છે?

શેની ઈર્ષા છે આ બધા લોકોને??

અમે તો એકબીજાને જોયા જાણ્યા વગર ત્રાહિત વ્યક્તિ દ્વારા બંધાયેલા,હજી તો સંસાર માંડવાની શરૂઆત કરીએ છીએ,એક-બીજાને સમજીયે, મુક્ત પંખીની જેમ હવા માં ઊડીએ તે પહેલાં આ લોકો અમને હંફાવવા કેમ આવી પહોંચ્યા છે?

હજુ તો હું કશું સમજું વિચારું ત્યાં ફરી એકવાર આક્રમણ થયું અને આ વખતે અમારી લાગણીશીલ પરિસ્થિતિનો તે લોકોને લાભ મળ્યો અને અમારા પ્રેમનો મૃત્યુઘંટ વાગી ગયો....

અને હું હજી તો કપાણી જ હતી ત્યાં જ મેં પેલી ચિચિયારી "કાઈપો છે" ફરી સાંભળીને હું જાણે તુટતાં પહેલા કેટલી વાર રીબાણી અને અંતે વિવસ....લાચાર....છેક સુધી આશા સાથે કે હમણાં કોઈ આવશે અને અમને બચાવશે પણ "SHOW" જોવા વાળા તો તાળીઓ પાડી ને ખુશ થતા હતા...બચાવવા માટે એક હાથની એક સાથની જરૂર હતી પણ....

પણ.... પણ આ શુ??? એક પતંગની વ્યથા સમી આત્મકથા વાંચતા-વાંચતા મારો આત્મા માં કેમ ઝણઝણી ગયો?

મેં તરત જ Heading ને ફરી વાર વાંચ્યું કે "પતંગ ની આત્મકથા"જ છે ને??.... ક્યાંક પતંગે તો કોઈની - (મારી) આત્મકથા કરવા તો નથી માંડીને??
હું જરા ધ્રુજી ગઈ અને મેં તે બુક ને ફટાફટ લાયબ્રેરીમાં સેલ્ફમાં ખૂબ જ પાછળ જઈને મૂકી દીધી કે કહો ને છુપાવી જ દીધી ......રખે ને દુનિયા વાંચી જાય તો??

અને મે ફટાફટ ગોગલ્સ પણ પહેરી લીધા રખેને મારી આંખો વંચાય જાય તો??

✍🏻સારિકા રાઈચુરા.
Graceful dispersion.

Gujarati Microfiction by Graceful Dispersion : 111323015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now