ગલી, આંગણું, ઘર મને સાંભરે એ
હજી યાદ આવે છે રમતી હવાઓ
મને મારી માટીની ખુશ્બૂ ગમે છે
પશુ ધણના રજકણથી ઉડતી દિશાએ
સજાવે છે પક્ષીથી ગાતી ફિઝાંઓ
મને મારી માટીની ખુશ્બૂ ગમે છે
વતનની કણેકણ હવાઓ, દિશાઓ
વતનની પળેપળ છે મોંઘી મતાઓ
ગલી, આંગણું, ઘર મને સાંભરે એ
મને મારી માટીની ખુશ્બૂ ગમે છે
-“રસિક” મેઘાણી