ફ્રેન્ડ્સ ફોરએવર (ભાગ -૨)
રાજ - કેટલુ બોલી નાખ્યુ ને તે ? આ લે તારુ એટીએમ પાછુ. સાચુ કહુ તો હુ અહીં તારી હેલ્પ ની અપેક્ષા એ નહતો આવ્યો અંજુ.
અંજલી - ખબર છે મને. મન હળવુ કરવા જ આવ્યો હતો ને ? થઇ ગયુ ને ડિયર ? પૈસા ની જરુર પડશે તો રાખ થોડા દિવસ તારી પાસે એટીએમ.
રાજ - થેનક્સ અંજુ. આય એમ લક્કી ટુ હેવ અ ફ્રેન્ડ્ લાઇક યુ.
અંજલી - એની ટાઇમ વેલકમ. અેન્ડ સેમ હિયર.
(લગભગ સાંજે 7:00 વાગે અંજલી, રાજ ના ઘર નો દરવાજો ખખડાવતા)
રાજ - અરે અંજલી અાવ આવ.
અંજલી - તને કારના શોરુમ માં બેક ઓફિસ કામ ફાવશે ને? ફિલ્ડ ચેન્જ થશે તો ચાલશે ને ? બીજે ટ્રાય ચાલુ જ રાખશુ ત્યાં સુધી અહીં કરી લઇશ ને ?
રાજ - હા ચાલશે. કયાં છે ઓફિસ ?
અંજલી - મારા માસા ના ફ્રેન્ડ્ નો શોરુમ છે. કાલે સવારે ડાયરેક્ટ જોઇન થઇ જા મારી વાત થઇ ગઇ છે અને 20000 સેલેરી માં ડન કર્યું છે. ઉતાવળ માં છુ અત્યારે સો બાય. પછી શાંતી થી કોલ કરીશ અને સિમરન ને યાદ આપજે.
રાજ - (હસતા હસતા) બાય. છેક માસા સુધી વાત કરી નાંખી ?
અંજલી - "જો જરુર પડે ને તો તારા માટે ભગવાન ને પણ જઇને બોલાવી આવુ"
હાહાહાહા ચલ બાય રાજ.
જીવન માં જવાબદારીઓ નું ભાન ભલે કોઇપણ કરાવે પણ કોઇ કપરી કસોટીઓ માંથી નીકળવાનો માર્ગ તો એક સાચો મિત્ર જ આપી શકે. પ્રેમ માં હજુ પણ કદાચ 'સ્વાર્થ કે મનદુખ' પોતાનો રોલ ભજવી જતા હશે પણ મિત્રતા જેવી શુધ્ધ કે પારદર્શક કોઇ વસ્તુ તમને આ દુનિયા માં જોવા નહી મળે.
માઁ ના ખોળા ને "વર્લ્ડ સેફેસ્ટ પ્લેસ" ભલે કહેવાતુ હોય પણ અમુક ઉંમરે જ્યારે જવાબદારીઓ ના ભાર થી મન દબાઇ જાય ત્યારે તેને હળવુ કરવા તો ફકત એક મિત્ર ના ખભા ની જ જરુર પડે. એક મિત્ર તો એવો હોવો જ જોઇએ જેની સામે મન ખુલ્લુ રાખી શકાય. કઇ પણ વિચાર્યા વિના મન માં આવતુ બધુ જ કહી શકાય અને ક્યારેક ત્યાં મન મુકી ને રડી પણ શકાય.
કોઇપણ સ્વાર્થ વગર અંધારા માં પ્રકાશ બની અને દરેક દુખ નો મલમ બની સાથે ઉભો રહે તેનુ નામ મિત્ર. જો હજુ સુધી ના બનાવ્યો હોય ને તો બનાવી લેજો. હસવા કે રડવા માટે નહી પણ મન હલ્કુ કરવા માટે.....😊