કાન્હા અને રાધાની વાતો#
કાનુ, તું મારા જીવનનો વિસામો છે.. આ સફર તો મારે પણ ખેડવાની છે અને તારે પણ ખેડવાની જ છે... પણ તું કાયમ આ હ્રદયનું જોમ રહેશે અને મારા ચહેરા પર ક્યારેક આવી ચડતી હળવી મુસ્કાનનું કારણ રહેશે. જે ક્ષણે તું ખુશ થઈશ એ ક્ષણે હું મીલો દૂર પણ ખુશ હોઈશ અને જ્યારે તું ઉદાસ ત્યારે હું પણ ઉદાસ. તારા બોલ જ મારા માટે યમુનાનો કલરવ છે.. આપણે તો એકબીજાનો આત્મા જ છીએ ને.. તો પછી શા માટે મનમાં આટલો વિસાદ રાખે છે? છોડી દે મનના વમળોને અને બસ હળવો બની જા😊
- નિપા જોશી શીલુ