Gujarati Quote in Poem by Nilam Vithlani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ ને થોડુ જીવી લઇએ.......
જીંદગી  પાસે થી હળવી રિશેષ લઈને
ચાલ ને થોડુ જીવી લઇએ.......
ચાલ ને ખુલ્લા  આસમાન  ને બાથ મા લઈ ને
ખીલેલા પુષ્પો  ની ખુશ્બુ  ને માણી  લઇએ,..
ચાલ ને થોડુ જીવી લઇએ .........
ગગન મા વિહરતા પક્ષી ને જોઇને
ખૂદ ને પણ આઝાદ કરી  લઇઅે....
વન ના વૃક્ષો સાથે  ખભો મીલાવીને..
મા ધરતી  ની હરિયાળી ને ચૂમી લઇએ....
ચાલ ને થોડુ જીવી લઇએ .....
સંસાર ની પરવા કયૉ વગર
ખૂદ ની મીત્રતા કરી લઈએ....
સંગીત  ના તાલ સાથે  તાલ
મિલાવી  ને  ચાલ ને ઝુમી  લઇએ....
ચાલ ને થોડુ જીવી લઇએ...
મન થી  નિમૅળ બનીને ...
ફરી બાળક બનીને ..
મન મુકીને  જીવન માણી લઇએ ....
ચાલ ને થોડુ જીવી લઇએ....
Nilam_vithlani

Gujarati Poem by Nilam Vithlani : 111322235
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now