ભવિષ્યની લગ્ન વિષયક જાહેરાત
ઉંમર લાયક છોકરા માટે યુવતી જોઈએ છે, રૂપાળી જ હોય એ જરૂરી નથી, જ્ઞાતિ બાધ નથી, ઉંમર થોડી ઉપર નીચે ચાલશે પણ એનામાં નીચેની આવડત હોવી જોઈએ...
૧) યુવતી નવી નવી જાતના ફોટો ખેંચી, એડિટ કરી સોશ્યલ મીડિયા પર મૂકવામાં માહેર હોવી જોઈએ.
૨) વારે વારે એના પ્રોફાઈલ પિક બદલવું એને ગમતું હોવું જોઈએ પણ લગ્ન બાદ પતિ સાથેનું પિક મૂકવાની જીદ ના હોવી જોઈએ.
૩)એની રસોઈ ભલે ટેસ્ટમાં ગમે તેવી હોય પણ... એના દરેક ફોટા પર ઘડીમાં ચારસો - પાંચસો લાઈક્સ આવી જતી હોય તો એને હોશિયાર ગણવામાં આવશે.
૪) ઘરમાં ભલે ઝઘડો થયો હોય, થોડા દિવસ વાત કરવાના પણ સંબંધ ન હોય, ફેસબૂક પર જાનું, બેબી, સોના, દિકું... એવું બધું સંબોધન કરીને જ પતિને બોલાવે.
૫) કુટુંબના દરેક પ્રસંગમાં ફેમિલી ફોટા ખેંચાવી એને ઓનલાઇન મૂકી કુટુંબ પ્રેમ દેખાડી શકે એટલી સમજદાર હોવી જોઈએ.
૬) સૌથી જરૂરી વાત, પતિનો ફોન ચેક કરવાની ઈચ્છા રહિત હોવી જોઈએ અને પતિએ કોના ફોટા પર શું રિએકટ કર્યું એ બાબતે કોઈ સવાલ ના પૂછે એવી હોવી જોઇએ.
😂😂😂😂😂
આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏