આવા હોઠવાળી સ્ત્રીઓ હોય છે અત્યંત પ્રેમાળ, જાણો હોઠ વિશે કેટલીક ખાસ વાતો
સ્ત્રીના હોઠ એ સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે. સ્ત્રીના હોઠ એ માત્ર સુંદરતા જ નથી બક્ષતા પણ તે તેના ભવિષ્યને પણ ઉજાગર કરે છે. હોઠ એ ભલે શરીરનો એ હિસ્સો માત્ર હોય પણ લેખક અને કવિથી લઈને પ્રેમ અને કામાશક્તિમાં પણ એ ભાગ ભજવે છે. સ્ત્રીનું આકર્ષણનું કેન્દ્ર સમાન હોઠ તેના વ્યક્તિત્વ અને સ્વભાવના અનેક પાસાઓને રજૂ કરે છે. હોઠ, જેની તુલના ગુલાબની પાંખડીઓ સાથે થાય છે તે સ્ત્રીનો સ્વભાવ અને વ્યક્તિત્વ કેવી રીતે દર્શાવી શકે? હા, સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે તમે સ્ત્રીઓના હોઠના આકાર-પ્રકારથી તેમના નેચર વિશે જાણી શકો છો.
સ્ત્રીના હોઠ
લાલ હોઠ આ સ્ત્રીઓ સ્માર્ટ અને બદ્ધિશાળી હોય છે અને હંમેશા ઊંચો હોદ્દો ધારણ કરે છે. હા, પણ તેઓ ઘમંડી પણ હોય છે. તેમને મિત્રો ઘણા ઓછા હોય છે.
ગુલાબી હોઠ આ સ્ત્રીઓ શાંત, પ્રેમાળ અને કેરિંગ હોય છે, તે સારી જીવનસાથી સાબિત થાય છે. પોતાના પતિને તેઓ ખૂબ પ્રેમ આપે છે.
મોટા હોઠ મોટા હોઠ ધરાવતી સ્ત્રીઓ ઘણું નામ કમાય છે અને તે સ્ત્રીઓ ધનવાન હોય છે. તેમનું મિત્ર વર્તૃળ મોટું હોય છે.
નાના હોઠ નાના હોઠ ધરાવતી સ્ત્રીઓ રૂતબો ધરાવે છે અને સરળતાથી તે દરેક પાસેથી કામ કઢાવી લે છે. લોકો તેમના કહ્યામાં સરળતાથી આવી જાય છે.
પાતળા હોઠ જે સ્ત્રીઓના હોઠ પાતળા હોય છે, તે સ્ત્રીઓ અત્યંત લાગણીશીલ હોય છે. આમ તો તેઓ નમ્ર સ્વભાવની હોય છે, પણ જો તે કોઈનાથી નારાજ થાય તો જલ્દી માફ કરતી નથી.
જાડા હોઠ જાડા હોઠ ધરાવતી મહિલાઓ સુંદર અને આકર્ષક મનાય છે. આ સ્ત્રીઓથી દરેક લોકો મિત્રતા કરવા ચાહે છે. તેઓ બુદ્ધિશાળી હોય છે અને સ્વભાવની પણ સારી હોય છે.
રૂખા હોઠ પાતળા-રૂખા હોઠ-આ સ્ત્રીઓ ઘણી શાંત હોય છે, પણ તે બધાની સાથે ભળતી નથી. તેઓ કુટુંબની સાથે લઈને ચાલે છે. તેમની પ્રાધાન્યતા તેમનું પરિવાર હોય છે. જાડા-રૂખા હોઠ-આ સ્ત્રીઓ ઘણી જીદ્દી હોય છે અને તેઓ ખૂબ જ તેજ દિમાગની મનાય છે. તેઓ હંમેશા પોતાની મનમાની લોકો પર ચલાવે છે.