Gujarati Quote in Story by Jimmy Jani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફ્રેન્ડ્સ ફોરએવર (ભાગ-૧)


(રાજ ઘરનો દરવાજો ખખડાવતા )

સિમરન - અરે તમે ? કેમ આટલા જલ્દી ઓફીસ થી આવી ગયા ? હજુ તો 12:00 વાગે છે.

રાજ - (ટિફિન ફેંકતા) બસ એમ જ.

સિમરન - તબીયત તો બરોબર છે ને તમારી ? કેમ આટલા અપસેટ લાગો છો ? આય એમ ટોકિંગ ટુ યુ રાજ બોલ કઇંક.

રાજ - (ગુસ્સા માં) કઈ નથી થયુ યાર. હું કામથી બહાર જવું છું મોડો આવીશ.

સિમરન - (રાજ નો હાથ પકડતા) શું થયું રાજ ? શું છુપાવો છો મારાથી. મેં તમારો આવો ઉદાસ ચહેરો પહેલા ક્યારેય પણ નથી જોયો.

રાજ - શુ કરીશ સાંભળી ને ? આય લોસ્ટ માય જોબ.

સિમરન - ઓહ નો. કેવી રીતે, કેમ શું થયું અચાનક ?

રાજ - આજકાલ બોસ નો ત્રાસ વધી ગયો હતો. ખોટી રીતે કામમાં ટોર્ચર કર્યા જ કરતો હતો તો આજે મારાથી ગુસ્સા મા બોલાય ગયુ તો તેને મને કાઢી નાખ્યો.

સિમરન - તો હવે શું થશે રાજ ?હવે તો બીજી જોબ શોધવી પડશે. કોઈને વાત કરો ને જોબ માટે.

રાજ - અત્યારે હું બહાર જાઉં છું મિત્ર સાથે. પછી વાત બાય.....

અંજલી (રાજ ની ક્લોઝ ફ્રેન્ડ્) - હેલ્લો મિસ્ટર રાજ. કેમ ઓફીસ નથી ગયો આજે ? ચાલુ દિવસ માં કેમ આજે ફ્રી પડ્યો ? ઉતરેલી કઢી જેવુ ડાચુ કેમ છે આજે તારુ? બોલ શુ વાત કરવા બોલાવી ?

રાજ - અરે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે અંજુ.

અંજલી - (રાજનો ગાલ ખેંચતા) તું બોલને યાર હમણાં પ્રોબ્લેમની માઁ-બેન એક કરી નાખું. ઓફિસ માં બબાલ કરી ? ઘરે કઈ થયું ? સિમરન સાથે ઝઘડ્યો ? બોલને ગધેડા ચુપ કેમ છુ ?

રાજ - આય લોસ્ટ માય જોબ. દિમાગ કામ નથી કરતુ યાર.

અંજલી - ઓહહ. એમાં ઉતરેલુ મોઢું લઈને શું ફરે છે. આટલા વર્ષ નો એક્સપિરિયન્સ છે તો મળી જશે ને નવી જોબ થોડા દિવસમાં. તુ તો જાણે એમ રિએક્ટ કરુ છુ કે જાણે દુનિયાની છેલ્લી જોબ હતી અને તે તે ગુમાવી. ચલ પહેલા ચા પીવ‍ા જઇયે પછી આગળ વાત કરીએ.

રાજ - ચલ, પણ તુ પીજે મને મુડ નથી.

અંજલી - (રાજ નો હાથ પકડતા) વોટ ઇઝ ધીસ યાર. આટલી ચિંતા કેમ કરુ છુ હુ છુ ને. જો પેહલી વાત તો એ કે તારી કંપની સાવ બોગસ હતી અને તારો જાડિયો બોસ તો સાવ ગધેડા જેવો. સેકન્ડ થિંક સિમરન થોડી ડિસ્ટર્બ થાય એ સ્વાભાવિક છે કારણ કે એના પર તારી ચિંતા અને ઘર ની જવાબદારી નો ભાર છે. બાકી તો હું વાઘણ જેવી બેઠી જ છુ કાયમ તારી સાથે. બહુ જ જલ્દી તને જોબ મળી જાય એવા પ્રયત્નો હુ આજ થી જ ચાલુ કરી દઊ છુ. મને અત્યારે જ તારો બાયોડેટા મેઇલ કર. બાકી પૈસા ની ચિંતા જરાય ના કરીશ આ લે મારું એટીએમ. 50000 બેલેન્સ હશે જ અને 4545 પાસવર્ડ છે. ઉપાળેલા રુપિયા નો હિસાબ આપીશ તો લાફા ની સાથે બે ગાળો પણ ખાઇશ. હવે ઘરે જા સિમ્મુ ડાર્લિંગ તારી ચિંતા કરતી હશે. હુ જોબ નો કઇંક મેળ બેસાડી ને પછી શાંતીથી તને મળુ....

ક્રમશઃ.....

Gujarati Story by Jimmy Jani : 111321541
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now